બોબીને જમીન પર બેસતો જોઈ આર્યન ખાનથી ના રહેવાયું, પછી કર્યું એવું કે બધાના દીલ જીતી લીધા

Aryan Khan Sit On Ground With Bobby Deol: આર્યન ખાને ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ સીરિઝથી ડાયરેક્શનની દુનિયામાં પગ માંડ્યો છે. આર્યનની ડેબ્યૂ સીરિઝ 18 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. સીરિઝની રિલીઝ પહેલાં મુંબઈમાં તેની ગ્રાન્ડ સ્ક્રીનિંગ યોજાઈ હતી. સ્ક્રીનિંગમાં બોલિવૂડ જગતના ઘણા સ્ટાર્સે આર્યનને તેના કરિયર માટે આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. બીજી તરફ સીરિઝની સ્ટાર કાસ્ટ ખૂબ જ ખુશ હતી. આ ખાસ અવસર પર આર્યન પોતાની ટીમ સાથે ઘણા ફોટા ક્લિક કરાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ચાહકોએ તેના એક ખાસ જેસ્ચરને પણ નોટિસ કર્યું. 

બોબીને જમીન પર બેસતો જોઈ આર્યન ખાનથી ના રહેવાયું

વાસ્તવમાં ફોટો સેશન દરમિયાન બોબી દેઓલ જમીન પર બેસીને પોઝ આપવા લાગ્યો. બીજી તરફ આર્યન બાકીની સ્ટારકાસ્ટ સાથે પાછળ ઊભો હતો. પરંતુ બોબીને જમીન પર બેસતો જોઈને આર્યનથી ના રહેવાયું અને તે પણ આગળ આવીને બોબી સાથે જમીન પર બેસી ગયો. ત્યારબાદ આર્યને એક્ટર સાથે ઘણા ફોટો ક્લિક કરાવ્યા. 

આર્યન ખાને બધાના દીલ જીતી લીધા

બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનના દીકરાના આ સંસ્કાર પર ચાહકો ફિદા થઈ ગયા છે. એકે લખ્યું કે આને કહેવાય મોટાનું સન્માન કરવું. બીજાએ લખ્યું કે સંસ્કાર હોય તો આર્યન જેવા. ઘણા ચાહકોએ કહ્યું કે તે તેના પિતાની કોપી છે. બીજા એક ચાહકે કહ્યું કે આર્યન એક સારો વ્યક્તિ અને દીકરો છે. માત્ર પબ્લિક જ નહીં, પરંતુ ઘણા મોટા સ્ટાર્સ પણ કહી ચૂક્યા છે કે શાહરુખે તેના ત્રણેય બાળકોને સારા સંસ્કારો આપ્યા છે, જે દેખાય પણ આવે છે

Source- Gujarat Samachar 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *